Jethiram Profile & Biography | RekhtaGujarati

જેઠીરામ

કચ્છ પ્રદેશના સંતકવિ. દેવાસાહેબના પટ્ટશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી-1ની પાંચમી પેઢીનું સંતાન.

  • favroite
  • share

જેઠીરામનો પરિચય

  • જન્મ -
    18મી સદી

જાડેજા રાજપૂત કુટુંબમાં સતાજી જાડેજાને ત્યાં જન્મ. જન્મનામ જેઠુજી. દેવાસાહેબનું અવસાન થતાં હમલા(કચ્છ)ની ગાદી પોતે ન સંભાળતાં દેવાસાહેબના પૌત્ર - રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી તેમના વતી વહીવટ કરેલો. સંતસાધનાનું દર્શન રજૂ કરતી તેમની વાણીલોકની મૌખિક પરંપરામાં પ્રચલિત છે. . . 1761માં કચ્છ પડેલા દુષ્કાળ વખતે અન્નદાનને લોકસેવા પણ તેમણે કરી હતી.