Jayant Parmar Profile & Biography | RekhtaGujarati

જયન્ત પરમાર

વાર્તાકાર, સંપાદક, અનુવાદક અને પત્રકાર

  • favroite
  • share
  • 1922-2017

જયન્ત પરમારનો પરિચય

  • જન્મ -
    24 નવેમ્બર 1922
  • અવસાન -
    09 જુલાઈ 2017

તેમનો જન્મ 24 નવેમ્બર, 1922ના રોજ સુરેન્દ્રનગરમાં મેરુભાઈ પરમારને ત્યાં થયો હતો. 1941માં મૅટ્રિક. 1946થી 1997 સુધી ‘ઊર્મિનવરચના’, ‘અખંડઆનંદ’, ‘મિલાપ’ તથા ભારતી સાહિત્યસંઘ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પુસ્તક પ્રકાશન વિભાગ સાથે અનુક્રમે સંપાદન તથા પ્રકાશનકાર્ય સાથે વ્યાવસાયિક ભૂમિકાએ જયંતભાઈ સંકળાયેલા રહ્યા. નવ દાયકા જીવેલ આ સર્જક તા. 9 જુલાઈ, 2017ના રોજ અવસાન પામ્યા. 

તેમની પાસેથી ‘બીજલેખા’ (૧૯૫૪) અને ‘નદીનાં નીર' (૧૯૫૬) વાર્તાસંગ્રહ, ઉપરાંત  ‘દીવાન-એ-આદમ’ (૧૯૯૨) અને ‘સદાબહાર નીરુભાઈ’ (૧૯૯૫) આદિ સંપાદન અને મરાઠી અને અંગ્રેજીમાંથી એમણે કરેલા અનુવાદોમાં : સાને ગુરુજીકૃત નવલકથાઓ - ‘કરુણાદેવી’ (૧૯૪૯), ‘પુનર્જન્મ’ (૧૯૫૦), ‘આસ્તિક’ (૧૯૫૨), ‘રામનાં રખોપાં’ (૧૯૫૨), ‘સંધ્યા’ (૧૯૬૦), ‘પાનખર અને વસંત’ (૧૯૬૦) તથા ચરિત્રકથા ‘શ્યામ’ ૧-૨ (૧૯૬૨), લ.રા. પાંગકકૃત જીવનચરિત્ર ‘સંત તુકારામ’ (૧૯૬૬) અને કે.ઈ. પ્રિસ્ટલીકૃત અંગ્રેજી પુસ્તક ‘ચીનનાં કામદારો (૧૯૬૫) આદિ અનુવાદ - એમ વાર્તાલેખન ઉપરાંત સંપાદન અને અનુવાદ ક્ષેત્રમાં એમનું પ્રદાન રહ્યું છે.