બહુમુખી પ્રતિભા ધરાવનાર કવિ, વિવેચક, અનુવાદક અને સંપાદક. જન્મ 16 ઑગસ્ટ, 1932ના રોજ ભાવનગર જિલ્લાના કોળીયાક ગામમાં. પિતાનું નામ વલ્લભદાસ અને માતાનું નામ લલિતાબહેન. શિક્ષણ મુંબઈમાં. એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક. જી. એ. કુલકર્ણીના 'સુવર્ણમુદ્રા અને...' પુસ્તકના અનુવાદ માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો 1992ના વર્ષનો અનુવાદ પુરસ્કાર પ્રાપ્ત. 26 ઑગસ્ટ, 2025ના રોજ મુંબઈમાં અવસાન.
તેમની પાસેથી મૌલિક કાવ્યો, કાવ્યાનુવાદો, કાવ્યાસ્વાદ, વિવેચન, અનૂદિત વિવેચન, કાવ્યશાસ્ત્રનાં અનુવાદો, કથાસાહિત્યનાં અનુવાદનાં પુસ્તકો મળે છે. તેમણે 'સુધા' અને 'વિવેચન' સામયિકોનાં સહતંત્રી તરીકે સેવાઓ આપી હતી.