Jashwant L. Desai Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જશવંત લ. દેસાઈ

સૉનેટકાર

  • favroite
  • share

જશવંત લ. દેસાઈનો પરિચય

તેમનો જન્મ 25 સપ્ટેમ્બર, 1928ના રોજ દાહોદ મુકામે લલ્લુભાઈ દેસાઈને ત્યાં થયો હતો. વાણિજ્ય અનુસ્નાતક, એલ. એલ. બી.ના અભ્યાસ પછી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય કરતા તેમણે 1970થી 1973 એમ ત્રણ વર્ષ નવયુગ આર્ટ્સ-કૉમર્સ કૉલેજ સુરતમાં તેમજ 1973થી નવયુગ કૉમર્સ કૉલેજમાં આચાર્યપદે ફરજ નિભાવેલી. મહદ્અંશે વસંતતિલકા અને શિખરિણી પ્રયોજતા આ કવિએ પ્રણય ને પ્રકૃતિ મુખ્ય વિષય બનાવી સમૃદ્ધ સંવેદનયુક્ત અને પ્રશિષ્ટ રચનારીતિની ચાળીસ સૉનેટરચનાઓનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘આરજૂ’ (૧૯૬૭) નામે આપ્યો છે.