Jamiyatkhan Profile & Biography | RekhtaGujarati

જમિયતખાન

આ ભક્તકવિ ખંભાતના હોવાનો ઉલ્લેખ મળે છે.

  • favroite
  • share

જમિયતખાનનો પરિચય

આ ભક્તકવિ ખંભાતના હોવાનો ઉલ્લેખ મળે છે. ભાઈલાલ કોઠારી સાથે જમિયતજીને સારી એવી ઓળખાણ હતી. તેઓ તેમની પાસે પહોંચ્યા. કોઠારી તે વખતે તેમના કાકા હરિવંશજી સાથે એકાંતમાં બેસી નામ-સ્મરણ કરતા હતા. ઓરડાની બહાર ઊભા ઊભા જમિયતખાંએ બધો ઉપદેશ સાંભળ્યો. તે પછી કોઠારીજીને મળ્યા. ઘેર આવ્યા બાદ તેમણે પણ ભક્તિ શરૂ કરી. આ પ્રમાણેની વિગત મળે છે. તેમણે સંસારના મોહમાંથી મુક્ત બની સમાજને ઉપદેશ આપતાં ઘણાં ભક્તિપદો રચી ભક્તિનો બોધ આપ્યો છે.