Jamiyat Pandya 'Jigar' Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જમિયત પંડ્યા 'જિગર'

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, ચરિત્રકાર

  • favroite
  • share
  • 1906-1990

જમિયત પંડ્યા 'જિગર'નો પરિચય

  • ઉપનામ - જિગર
  • જન્મ -
    22 ઑગસ્ટ 1906
  • અવસાન -
    28 માર્ચ 1990

'જિગર' તખલ્લુસ ધરાવનાર આ સર્જકનો જન્મ 22 ઑગસ્ટ, 1906ના રોજ ખંભાત ખાતે થયો. તેમણે નવલકથા, વાર્તા તેમજ ગઝલ એમ ગદ્ય-પદ્ય બંને સ્વરૂપમાં હાથ અજમાવ્યો હોવા છતાં, એમની મુખ્ય ઓળખ કવિ ગઝલકાર તરીકેની રહી છે. 'ગુજરાતી' સાપ્તાહિકના રિપોર્ટર તરીકે તેમણે 'દાંડીકૂચ'નું રિપોર્ટિંગ કરવાની તક ઝડપેલી. 1935માં 'નવપ્રભાત' માસિકના પ્રણેતા બન્યા. 'શયદા'ને ગઝલગુરુ તરીકે સ્વીકારનાર તેમણે 'જામોમીના' અને 'રંગેહીના' નામે ગઝલસંગ્રહ આપ્યા છે. તેમનું પ્રથમ કાવ્ય 'ગુલબંકી' છંદમાં લખાયેલું હતું. એમની પ્રથમ નવલકથા 'કમનસીબનું કિસ્મત' 1935માં પ્રગટ થઈ હતી. તેમણે કેટલીક વાર્તાઓ પણ લખેલી.