ગૂજરી હિન્દીના સૂફી સંતકવિ
સમય ઈ. સ.ની 16મી સદી. તે સૂફી સંત સૈયદ મુહમ્મદ જૌનપુરીના પ્રપૌત્ર હતા. તેમની કાવ્ય શૈલી ગઝલની રહી છે. તેમની ગઝલ એ યુગની ભાષા-શૈલી પર પ્રકાશ પાડે છે. તેમાં હિન્દવી અને ફારસી બંને પરંપરાની છટા એકસાથે જોવા મળે છે.