અનુગાંધીયુગીન કવિ
પૂરું નામ ઇન્દુકુમાર વ્રજલાલ ત્રિવેદી. તેઓએ ઇતિહાસ અને ગુજરાતી વિષય સાથે 1962માં બી.એ.ની પદવી હાંસિલ કરી હતી. તે પછી તેમણે સાત વર્ષ ફૂડ કંટ્રોલ ખાતામાં નોકરી કરી હતી અને તે પછી ગુજરાત યુનિવર્સિટી કાર્યાલયમાં જૂનિયર સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કર્યું હતું જ્યાંથી તેઓ નિવૃત્ત થયા હતા.
તેમના તરફથી ગુજરાતી સાહિત્યને બે સંગ્રહો મળ્યા છે : 24 રચનાઓનો ‘ક્વચિત્’ (1965) અને ‘સંનિવાસ’ (1985), જેમાં તેમની ગીત, ગઝલ, છાંદસ, અને અછાંદસ રચનાઓ સંગૃહીત છે.