તેમનું મૂળ નામ સૈયદા તાહિરા બીબી હતું. જન્મ ઈ. સ. 1785 કેરા (તા. ભુજ-કચ્છ) મુકામે. પવિત્રતા, વિદ્વતા તેમ જ ગિનાન રચના માટે તેઓ લોકપ્રસિદ્ધ હતાં. આખું જીવન સાધનામય રીતે અને લોકોપદેશમાં પસાર કર્યું. અવસાન ઈ. સ. 1866માં કરાચી મુકામે. તેમની રચનાઓમાં નિઝારી પીર પરંપરા અનુસાર ગુરુમહિમા, નામ-સાધનાનું દર્શન અને નીતિબોધ રજૂ થયેલાં છે.