જન્મસ્થળ અને વતન નેકનામ (તા. મોરબી) ગામના સુમરા પરિવારમાં સિકંદર સુમરાને ત્યાં જન્મ. વ્યવસાય માટે જામનગર જિલ્લાના ખંભાલિડા ગામે આવવાનું થયું. વ્યવસાય ખેતરખોપું. ત્યાં તેમનો સંપર્ક મોરાર સાહેબ સાથે થયો અને તેમણે ફકીરીનો માર્ગ લીધો. અવસાન ઈ. સ. ૧૮૪૯માં ખંભાલિડા ખંભાલિડા (તા. ધ્રોળ – જિ. જામનગર) મુકામે. બાલંભા અને ખંભાલિડા વચ્ચે એક ખેતરમાં તેમની દરગાહ આવેલી છે. તેમનાં ભજનોમાં ઉચ્ચતર આધ્યાત્મિક ભાવનાઓ અને નીતિબોધ અભિવ્યક્ત થયેલાં છે.