Hasmukh Pathak Profile & Biography | RekhtaGujarati

હસમુખ પાઠક

અનુગાંધીયુગીન કવિ

  • favroite
  • share

હસમુખ પાઠકનો પરિચય

ગુજરાતી સાહિત્યકાર. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું ગામ ભોળાદ તેમનું વતન હતું. તેઓ 1947માં મૅટ્રિક થયા હતા. 1954માં ભૌતિકવિજ્ઞાન અને ગણિતના વિષયો સાથે તેમને બી.એસસી.ની પદવી મળી હતી. ત્યાર બાદ 1955માં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં ડિપ્લોમા અને 1964માં માસ્ટર ઑવ્ લાઇબ્રેરી સાયન્સની પદવી હાંસિલ કરી હતી.

તેમણે 1955થી 1958 સુધી અટિરા લાઇબ્રેરી, અમદાવાદ તથા 1958થી 1966 સુધી મા.જે. પુસ્તકાલય, અમદાવાદમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તરીકે, 1966થી 1968 સુધી હાઇલેસેલાસી યુનિવર્સિટી, ઇથિયોપિયા (આફ્રિકા) ખાતે સાયન્સ લાઇબ્રેરિયન તરીકે તથા 1970થી 1989માં નિવૃત્તિ પર્યંત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, થલતેજ, અમદાવાદમાં લાઇબ્રેરિયન તરીકે સેવા આપી હતી. 1986થી 1988ના સમયગાળા દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સંચાલિત એમ.લિબ.એસ.સી. કોર્સ માટે કો-ઑર્ડિનેટર તરીકે, 1971થી 1980ના સમયગાળા દરમિયાનઅન્વેષક’ (અંગ્રેજી) અનેમાધુકરીસામયિકોના સંપાદક તરીકેની તેમ રિસર્ચ સ્ટડીઝના પ્રકાશનની જવાબદારી સંભાળેલી.

તેમનો પ્રથમ કાવ્યગ્રંથનમેલી સાંજ (1958)માં અને તેમાંથી અઢાર કાવ્યરચનાઓને સમાવતો બીજો સંગ્રહસાયુજ્ય1972માં પ્રસિદ્ધ થયો હતો. ઉપરાંતજાગરણ પાછલી ખટઘડી’ (1992) તથાએકાન્તિકી’ (2004) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે.

એમણે આપેલા અનુવાદોમાં ચેક કવિ મીરોસ્લાફ હોલુબનાં કાવ્યોવસ્તુનું મૂળ અને બીજાં કાવ્યો’ (1976) નામે કરેલો અનુવાદ, સિવાય જાપાની નાટ્યકાર જુન્જી કિનોશિટાના નાટકટ્વાઇલાઇટ ક્રેનનો અનુવાદસારસીનો સ્નેહ’ (1963) આપણને મળે છે. ‘કોરસનાટ્યસંસ્થા માટે સૅમ્યુઅલ બૅકેટના નાટકવેઇટિંગ ફૉર ગોદોનો ગુજરાતીમાં અનુવાદ તેમણે 197980માં કર્યો હતો, જેને ઓરિસ્સા રાજ્યમાં ભજવણી માટે દ્વિતીય ઇનામ મળ્યું હતું. કવિ શ્રી લીલાશુક (બિલ્વમંગળ) વિરચિતકૃષ્ણ-કર્ણામૃતગ્રંથની બંગાળી આવૃત્તિની ગુજરાતીમાં સારાનુવાદ ટીકાનીલમણિ (1998)ના નામે કરી હતી. ‘મા-દીકરો’ (1957) અનેરાત્રિ પછીનો દિવસ’ (1963) બે વાર્તાઓસંસ્કૃતિસામયિકમાં છપાઈ હતી. ઉપરાંત, તેમણે કેટલાક આસ્વાદમૂલક વિવેચનાત્મક તેમ આત્મકથનાત્મક લેખો પણ આપેલા છે.

તેમનાસાયુજ્યકાવ્યગ્રંથને 1973ના વર્ષનું કવિ ન્હાનાલાલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.