Harishchandra Bhatt Profile & Biography | RekhtaGujarati

હરિશ્ચંદ્ર ભટ્ટ

ગાંધીયુગના મહત્ત્વના કવિ

  • favroite
  • share

હરિશ્ચંદ્ર ભટ્ટનો પરિચય

ગુજરાતી કવિ. તેમનું પ્રાથમિક શિક્ષણ સુરતના ઓલપાડ જિલ્લામાં થયું હતું. એથી આગળ અભ્યાસ કર્યો હોવા છતાંયે જાતે પરિશ્રમ કરીને તેમણે સંસ્કૃત, પોલિશ, જર્મન, વગેરે જેવી ભાષાઓનો અભ્યાસ કર્યો હતો.

પિતા જે ખાનગી પેઢીમાં કામ કરતા હતા તેમાં તેઓએ શરૂઆતમાં કામ કર્યું. પછીથી પોલૅન્ડની રાજદૂત કચેરીમાં (પોલિશ કૉન્સ્યુલેટમાં) જોડાયેલા. નાલંદા પબ્લિકેશન્સ નામની સંસ્કાર અને સંસ્કૃતિલક્ષી પ્રકાશન-સંસ્થાની સ્થાપના કરી હતી. 1949થી પરમાણંદ કાપડિયાના તંત્રીપદે નીકળતા સામયિકયુગધર્મમાં જોડાયેલા. છેલ્લે એચ. ઈશ્વર ઍન્ડ કંપનીને પરદેશથી પુસ્તકો મંગાવી આપવાની કામગીરી તેમણે કરી હતી.

રિલ્કે, બોદલેર જેવા કવિઓનો ઊંડો અભ્યાસ કરી એમના વિશેની વિગતો ગુજરાતીમાં પ્રસ્તુત કરનારા પ્રથમ કવિ છે. ‘સફરનું સખ્ય’ (મુરલી ઠાકુર સાથે, 1940) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે; જ્યારેકેસૂડો અને સોનેરું તથા કોજાગ્રિ’ (1941) એમનો બીજો સંગ્રહ છે, જેમાં પોલિશ કવિ વોઈચેહ બાંકનાં અઢાર કાવ્યોના ગુચ્છનો પોલિશમાંથી કરેલો અનુવાદ સમાવિષ્ટ છે. ‘સ્વપ્નપ્રયાણ’ (1959) ઉમાશંકર જોશી સંપાદિત એમનો મરણોત્તર કાવ્યસંચય છે. તેમનું મૃત્યુ આત્મહત્યાથી થયું હતું.