મધ્યકાલીન ભક્તકવિ. સમય ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ. તેઓ ભરૂચ જિલ્લાના આમોદ ગામના ઔદીચ્ય બ્રાહ્મણ હતા. તેમણે ‘કલિજુગનો મહિમા’ લખ્યો છે તે ઘણો અસરકારક છે. આ ભક્તકવિએ તળપદી ભાષામાં ઉપદેશને લગતા કેટલાક ચંદ્રાવળા લખ્યા છે તે ઘણા રોચક છે. તે સિવાય ભક્તિ અને ઉપદેશની અનેક પદ રચનાઓ તેમણે આપી છે.