Gorakhnath Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગોરખનાથ

હઠયોગ માર્ગના આચાર્ય. મધ્યયુગના નાથપંથી મહાયોગી.

  • favroite
  • share
  • 9મી સદી

ગોરખનાથનો પરિચય

  • જન્મ -
    9મી સદી

મત્સ્યેન્દ્રનાથના શિષ્ય. જન્મસ્થાન પેશાવર (વર્તમાન પાકિસ્તાન). યુવાવસ્થામાં ગૃહત્યાગ. ભારતભ્રમણ. નેપાળ અને સૌરાષ્ટ્ર-ગિરનારમાં તપશ્ચર્યા. ઉત્તરાવસ્થા અને અવસાન: ગોરખમઢી (સોમનાથ-વેરાવળ). તેમનું મંદિર ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલું છે. તે નાથપંથી સિદ્ધોમાંના એક છે.  તેમના ઉપદેશોમાં 40 જેટલી નાની-મોટી રચનાઓ અને ભજનો પ્રાપ્ત થાય છે. તેમાં શબદી, પદ-ભજન, પ્રાણ સંકલી, આત્મબોધ, જ્ઞાન  ચૌંતિસા, પંચમાત્રા, ગોરખગણેશ ગોષ્ઠી, નરવૈબોધ આદિ ઉપરાંત ગોરક્ષગીતા, ગોરક્ષકલ્પ, ગોરક્ષ સંહિતા, સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિ આદિ સંસ્કૃત ગ્રંથો. સંસ્કૃત, અપભ્રંશ અને હિન્દી ભાષામાં તેમનું સાહિત્ય મળે છે. ગુજરાતમાં ગુરુ ગોરખનાથ દ્વારા પ્રચારિત નાથ સંપ્રદાયનો વ્યાપક પ્રભાવ રહેલો છે. લોકની મૌખિક પરંપરામાં તેમનાં ભજનો પાઠાંતરે-રૂપાંતરે પ્રચલિત રહ્યાં છે.