Gemaldaas Profile & Biography | RekhtaGujarati

ગેમલદાસ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ

  • favroite
  • share

ગેમલદાસનો પરિચય

સમય ઈ. સ.ની ૧૯મી સદી. અવટંકે ગોહિલ. રજપૂત પરિવારમાં જન્મ. કૂકડ (ભાવનગર પાસે)ના રહીશ. ભાવનગરના ઠાકોર વજેસિંહ (ઈ. સ. ૧૮૧૬-૧૮૫૨)ના સમકાલીન. જબરા શિકારી ગેમલજી ખદરપરના હરિદાસજીના પરચાનો અનુભવ થતાં તેમના શિષ્ય બન્યા હતા. તે પછી તેમણે પોતાનું જીવન ભક્તિમાં ગાળ્યું. અવસાન કેવદરા ગામમાં. તેમણે જીવતાં સમાધિ લીધેલી એમ કહેવાય છે. તેમણે ભક્તિમય પદ-ગરબીઓની રચના કરી છે. તેમાંથી ઘણી થાળ, દાણ, ઉદ્ધવ-સંદેશ વગેરે પ્રસંગોના ગોપીભાવની રચનાઓ છે, થોડાંક પદો હરિભક્તિનો ઉપદેશ પણ આપે છે.