Gaurang Thakar Profile & Biography | RekhtaGujarati

ગૌરાંગ ઠાકર

સમકાલીન ગઝલકાર

  • favroite
  • share

ગૌરાંગ ઠાકરનો પરિચય

જન્મ 13 એપ્રિલ, 1965 ભરુચમાં. નિવૃત્ત સિવિલ ઇજનેર. વર્ષ 1998થી સુરતમાં સ્થાયી. તેમના ત્રણ ગઝલસંગ્રહો પ્રકાશિત થયા છે: 'મારા હિસ્સાનો સૂરજ' (2006), 'વહાલ વાવી જોઈએ' (2010) અને 'કોઈ હૈયામાં ગયું લાગે છે' (2018). તેમને મુંબઈની I.N.T. સંસ્થા દ્વારા અપાતો શયદા ઍવૉર્ડ (2009) ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું પારિતોષિક (2006), રાષ્ટ્રીય કલાકેન્દ્ર, સુરતનો યુવા સાહિત્યકાર ઍવૉર્ડ (2008), નર્મદ સાહિત્યસભા, સુરત તરફથી અપાતો મનહરલાલ ચોકસી ઍવૉર્ડ (2009) વગેરે સન્માનો પ્રાપ્ત થયા છે.