Dileep Jhaveri Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દિલીપ ઝવેરી

કવિ, અનુવાદક, નાટ્યકાર અને ચિકિત્સક. સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક.

  • favroite
  • share

દિલીપ ઝવેરીનો પરિચય

તેઓ મુંબઈસ્થિત ગુજરાતી ભાષાના કવિ, અનુવાદક, નાટ્યકાર, સંપાદક, અને ચિકિત્સક છે.

તેમનું પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં થયું, અને ચિકિત્સક બન્યા. હાલ મુંબઈના ઠાણેમાં તેઓ નિવાસ કરે છે. ચિકિત્સક હોવાની સાથે સાથે તેઓ ભારતની વિવિધ પત્રિકાઓમાં સંપાદકીય સેવાઓ આપે છે. તેમાં મુખ્યત્વે કોલકાતા સ્થિત દ્વિભાષી (બંગાળી અને અંગ્રેજી) પત્રિકા ‘કોબિતા રિવ્યૂ’ના અને હૈદરાબાદસ્થિત ‘મ્યૂઝ ઇન્ડિયા’ પત્રિકા ઉલ્લેખનીય છે.

તેમણે 1989માંપાંડુકાવ્યો અને ઇતરનામનો ગુજરાતી કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો હતો. ‘ખંડિત કાંડ અને પછી’ (2014),કવિતા વિશે કવિતા’ (2017) અને 'ભગવાનની વાતો' (૨૦૨૧) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. ‘વ્યાસોચ્છ્વાસ’ (2003) તેમના દ્વારા લખાયેલું નાટક છે, જેનો અંગ્રેજીમાં અનુવાદ કમલ સન્યાલ દ્વારા બ્રેથ ઑફ વ્યાસતરીકે કરવામાં આવ્યો હતો. તેમની ઘણી કવિતાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, મલયાલમ, બંગાળી, કોરિયન, ચાઇનીઝ, જાપાનીઝ, અને આઇરિશ ભાષામાં અનુવાદિત થઈ છે.બ્રેથ બિકમિંગ વર્ડ તેમનું સાંપ્રત ગુજરાતી કવિતાનાં અનુવાદનું પુસ્તક છે . કવિ ગેબ્રિયલ રોઝનસ્ટોકે તેમની રચનાઓનો આઇરિશ ભાષામાં અનુવાદ કર્યો છે.

તેમને 1989માં વિવેચક પુરસ્કાર, 1989માં જયંત પાઠક કવિતા પુરસ્કાર, અને 1990માં ગુજરાતી સાહિત્ય પરિષદનો એવૉર્ડ મળ્યો હતો. તેમને 1986માં કોરિયન અને 1995માં તાઇવાનમાં એશિયન કવિ સંમેલનમાં આમંત્રણ અપાયું હતું.