મધ્યકાલીન ભક્તકવિ. સમય ઈ. ૧૯મી સદી ઉત્તરાર્ધ સુધીમાં.
મધ્યકાલીન ભક્તકવિ. સમય ઈ. ૧૯મી સદી ઉત્તરાર્ધ સુધીમાં. ધના ભગત/ધનોજી તરીકે જાણીતા આ ભક્તકવિનાં કેટલાંક ભક્તિપદો ઉપરાંત ‘માતાજીની હમચી’ નામની એક કૃતિ પણ મળે છે. ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’ એ પદથી તે વિશેષ જાણીતા થયા છે.