Das Sattar Profile & Biography | RekhtaGujarati

દાસ સત્તાર

સૂફી સંતકવિ.

  • favroite
  • share

દાસ સત્તારનો પરિચય

  • અવસાન -
    1966

સૂફી સંતકવિ. સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના લોકમાં નારાયણ સ્વામીના કંઠે ગવાયેલાં તેમનાં ભજનો ખૂબ જ જાણીતાં છે. જન્મ રાજપીપળા (તા. નાંદોદ, જિ. નર્મદા) મુકામે પઠાણ પરિવારમાં ખેસ્ત ગુલખાન અને જાનબેગમને ત્યાં. પિતા રાજપીપળા રાજ્યમાં પઠાણબેડાના જમાદાર હતા. ત્રણ માસની નાની વયે જ સત્તાર શાહે પિતાને ગુમાવ્યા. માતા દ્વારા ઉછેર અને આધ્યાત્મિક સંસ્કારો મળ્યા. તે સારા ગાયક હતા. ઈ. સ. 1908માં ‘દેશી નાટક સમાજ મંડળી’માં કલાકાર તરીકે નોકરી કરી, પણ ન ફાવતાં ટૂંક સમયમાં જ છૂટા થયા, ને પછી ભજનિક ગાયક તરીકેનું કામ શરૂ કર્યું. તે દરમ્યાન વડોદરા મુકામે વિસનગરના સૂફી સંત અનવરમિયાં સાહેબ સાથે મુલાકાત થતાં તેમની આંતર્દૃષ્ટિ ખુલી ગઈ. ભક્તિના રંગમાં એકદમ રંગાઈ ગયા. ઈ. સ. 1916માં છોટા ઉદેપુર ખાતે ચિશ્તિયા નિઝામી પંથના સૂફી સંત દાદામિયાં સાહેબને હાથે ફકીરીની દીક્ષા લીધી. તેમણે માનનારો ઘણો મોટો વર્ગ હતો. સત્તાર શાહે જીવનભર લોકોમાં સદ્‌દૃષ્ટિ કેળવાય અને માનવજાતમાં જાતિ-જ્ઞાતિ-ધર્મના ભેદભાવ, વાડાબંધી દૂર થાય તે માટે પુરુષાર્થ કર્યો હતો. અવસાન ઈ. સ. 1966માં રાજપીપળા મુકામે.