Chandu Maheriya Profile & Biography | RekhtaGujarati

ચંદુ મહેરિયા

લેખક-સંપાદક. ગુજરાતના જાહેરજીવનના અગ્રણી અભ્યાસુ ચિંતક અને વરિષ્ઠ કમર્શીલ પત્રકાર.

  • favroite
  • share

ચંદુ મહેરિયાનો પરિચય

કવિતાથી શરૂઆત કરનાર ચંદુ મહેરિયાએ એ પછી દલિતો અને સમાજજીવનને સ્પર્શતા મુદ્દા પર ગદ્યમાં શાનદાર કામગીરી કરી છે. ડૉ. આંબેડકર (પરિચય પુસ્તિકા), સાંબરડાથી સ્વમાનનગર (હર્ષદ દેસાઈ સાથે), દુકાળિયા બપોરનો સંગાથ, પ્રાણ પ્રશ્ન પાણીનો, દલિત સાહિત્યની પ્રભાવી કૂચ વગેરે પુસ્તકો તેમણે આપ્યા છે. આ સિવાય અખબારોમાં તેઓ છેલ્લા ચારેક દાયકાથી સતત સમાજ, સંસ્કૃતિ, રાજકારણ, સાહિત્ય પર લખતા અને બોલતા રહ્યાં છે. તેમણે અસ્મિતા દલિત કવિતાસંગ્રહ, વિસ્ફોટ (બાલકૃષ્ણ આનંદ સાથે), અનામતની આંધી (જોસેફ મેકવાન સાથે) સંપાદન કાર્ય કર્યું છે. અગ્રણી કવિ નીરવ પટેલ સાથે મળીને સર્વનામ નામે દલિત સાહિત્યનું વાર્ષિકીનું સંપાદન પણ તેમણે કર્યું છે. કર્મશીલ ઈન્દુકુમાર જાની સાથે સંઘર્ષ સેનાની અને સમતાનો સૂર્ય ડૉ. આંબેડકર પુસ્તક પણ તેમણે આપ્યું છે. ચંદુ મહેરિયાનો સાહિત્ય કરતાં વધારે સંબંધ જાહેરજીવન અને સામાજિક વાસ્તવ સાથે રહ્યો છે. તેમણે કર્મશીલ વાલજીભાઈ પટેલના લેખોનું અને ભાનુભાઈ અધ્વર્યુના લેખોનું પણ સંપાદન કર્યું છે. સાલસ સ્વભાવના ચંદુ મહેરિયા સતત વાંચન-લેખનમાં પ્રવૃત રહે છે.