Brijesh Panchal Profile & Biography | RekhtaGujarati

બ્રિજેશ પંચાલ

નવી પેઢીના કવિ, નાટ્યલેખક અને અનુવાદક

  • favroite
  • share

બ્રિજેશ પંચાલનો પરિચય

બ્રિજેશ પંચાલનો જન્મ 2 મે, 1995ના રોજ વડોદરામાં પિતા યોગેશભાઈ અને માતા ગીતાબેનનાં ત્યાં થયો. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વડોદરા ખાતે કર્યા બાદ કમ્પ્યૂટર એન્જિનિયરિંગ વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી અનુક્રમે એસ.વી.આઈ.ટી.,વાસદ (જીટીયુ) અને ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદમાંથી મેળવી છે. તેમણે ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષામાં અનુસ્નાતક અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી ગાંધીયન ફિલસૂફી વિશે ઊંડો અભ્યાસ પણ કર્યો છે. સાહિત્યનાં ગદ્ય અને પદ્ય સ્વરૂપના સર્જન સાથે નાટક - ફિલ્મ માટે લેખન કરે છે. તેમના કવિતાસંગ્રહ અને અનુવાદનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેઓ કમ્પ્યૂટર એન્જિનિયરિંગનું અધ્યાપન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પેટા પ્રકાર નેચરલ લેંગેવજ પ્રોસેસિંગનું ભારતીય ભાષાના સંદર્ભે સંશોધન કરી રહ્યા છે. તેમણે એમ.એસ. યુનિવર્સિટી,વડોદરામાંથી પી.એચ.ડી. ડિગ્રીના સંશોધન અંતર્ગત ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ડિપલર્નિગ આધારિત સ્પેલ ચેકર બનાવ્યું છે. કવિસંમેલનમાં કવિતાપઠન ઉપરાંત તેમનાં સાહિત્ય અને નાટકનાં દેશ તેમજ વિદેશમાં પઠન - મંચન થયાં છે. સાહિત્ય, નાટક અને ફિલ્મ-લેખન માટે તેઓને એકાધિક ઍવૉર્ડ અને સન્માન પ્રાપ્ત થયાં છે. જેમાં મુખત્વે નેશનલ બુક ટ્રસ્ટ, મિનિસ્ટ્રી ઑફ એજ્યુકેશન, ભારત સરકાર તરફથી મળેલ PM Yuva 2.0 ફેલોશિપનો પણ સમાવેશ થાય છે.