મેઘવાળ પરિવારમાં પિતા મૂળદાસ અને માતા માલુબાઈને ત્યાં જન્મ. વતન પઢિયાર (મારવાડ-રાજ.). બાદમાં બોટાદ નજીક અડાઉ ગામે વસવાટ. તેમણે નવા થોરાળા(રાજકોટ)માં સમાધિ લીધી હતી. તેમના મુખ્ય શિષ્યો માણંદભગત, પીઠા ભગત અને માવજી ભગત. તેમની સુરત-શબ્દ યોગ અને ઉપદેશની છૂટક ભજનરચનાઓ મળે છે.