સમય ઈ.સ. 18મી સદી અંતભાગથી 19મી સદી પૂર્વાર્ધની આસપાસનો. તે દાસી જીવણ યાને જીવણ સાહેબના (ઈ.સ. 1775થી ઈ.સ.1850)ના શિષ્ય હતા. જામકંડોરણા પાસેનાભાદરા ગામના રાજપૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. દીક્ષા ઈ.સ. 1809-10માં. સંતસાધનાના સુરત-શબ્દયોગનું દર્શન તેમની રચનાઓમાં સુપેરે અભિવ્યક્ત થયું છે.