Anami Profile & Biography | RekhtaGujarati

અનામી

કવિ, વિવેચક અને સંશોધક

  • favroite
  • share

અનામીનો પરિચય

  • મૂળ નામ - રણજિત પટેલ
  • જન્મ -
    26 જૂન 1918
  • અવસાન -
    25 મે 2009

ગુજરાતી કવિ, વિવેચક, સંશોધક. તેમનો જન્મ ગાંધીનગર જિલ્લાના ડભોડામાં ગામમાં થયો હતો. તેમણે 1942માં ગુજરાતી–સંસ્કૃત વિષયો સાથે બી.., 1944માં ગુજરાત વિદ્યાસભામાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.., અને 1956માં .. યુનિવર્સિટી, વડોદરામાંથી મલયચન્દ્રકૃતસિંહાસનબત્રીસીપર પીએચ.ડી. કર્યું હતું. ગુજરાતની વિવિધ કૉલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા પછી 1958થી 1977 સુધી .. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં રીડર, પ્રોફેસર, અને અધ્યક્ષ તરીકે તેમણે કામગીરી બજાવી હતી. ત્યાંથી 1977માં તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ ગોવર્ધન સાહિત્ય સભા, નડિયાદના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહ્યા હતા.

તેમનું મુખ્ય પ્રદાન કવિતામાં રહ્યું છે. ‘કાવ્યસંહિતા’ (1938), ‘ચક્રવાક’ (1946), ‘સ્નેહશતક’ (1950), ‘પરિમલ’ (1965), ‘રટણા’ (1983), ‘શિવમ્’ (1999) વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.

સારસ’ (1957), ‘ત્રિવેણી’ (1957), ‘અનામી-ભક્તિસુધા’ (1990), ‘આપણી વાત’ (1990), ‘અજિત-નાટિકા’ (અપ્રગટ), ‘કવિવર ટાગોરનું જીવનકવન’ (1965), ‘ગુજરાતણોની શરીરસંપત્તિ’ (1945), તથાઆપણું રાષ્ટ્રગીત’ (1965), વગેરે તેમનાં નિબંધો તથા વિવેચનો છે. તેમની પાસેથી આપણને એકમાત્ર નવલિકાસંગ્રહભણેલી ભીખ અને બીજી વાતો’ (1955) મળે છે. ઉપરાંત,સંતસૌરભ’ (1975), ‘ત્રણ વૈશાખી પૂર્ણિમા (ત્રિઅંકી નાટક)’ (1991), તથાશામળ’ (1961, સંપાદન), સિંહાસનબત્રીસી (1970, સંપાદન), વગેરે તેમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.