Amarshi Bapa Profile & Biography | RekhtaGujarati

અમરશી બાપા

રવિભાણ પરંપરાના સંતકવિ.

  • favroite
  • share

અમરશી બાપાનો પરિચય

અમરશી બાપા તરીકે જાણીતા આ સંતકવિનો જન્મ લુહાર પરિવારમાં થયો હતો. સમય ઈ.સ. 19મી સદી પૂર્વાર્ધ. તે આનંદરામ સાહેબના શિષ્ય હતા. તે રાજકોટમાં મોચીબજારમાં લુહારનો વ્યવસાય કરતા હતા. જીવન દરમ્યાન અનેક સાધકોને સાધનાનું માર્ગદર્શન અને સમાજસુધારનું કામ કર્યું હતું. તેમણે અધ્યાત્મ અને ઉપદેશનાં ભજનો આપ્યાં છે.