Amarbai Profile & Biography | RekhtaGujarati

અમરબાઈ

પરબ પરંપરાનાં નારી સંત.

  • favroite
  • share

અમરબાઈનો પરિચય

  • જન્મ -
    17મી સદી
  • અવસાન -
    18મી સદી

પરબ પરંપરાનાં નારી સંત. સમય ઈ.સ. 1725થી ઈ.સ. 1800 આસપાસ. પરબના સંત દેવીદાસનાં શિષ્યા. પીઠડિયાના ડઉ શાખાના મછોયા આહિરનાં દીકરી. સાસરે જતાં રસ્તામાં પરબની જગ્યામાં રક્તપિત્તિયાંની સેવા કરતા સંત દેવીદાસને જોઈને તેમના હૃદયમાં કરુણા અને ભક્તિની ભાવનાઓ જાગી હતી અને વિતરાગ પ્રબળ બનતાં તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો. ઈ.સ. 1750થી 1760 આસપાસમાં અમરબાઈએ દીક્ષા લીધી હશે તમે મનાય છે. તેમની રચનાઓમાં ગુરુમહિમાનું તત્ત્વ વિશેષપણે જોવા મળે છે.