Ajan Bibi Profile & Biography | RekhtaGujarati

અજાન બીબી

ઈસ્માઈલી નિઝારી પીર પરંપરાના સંત કવયિત્રી

  • favroite
  • share
  • 17મી સદી-17મી સદી

અજાન બીબીનો પરિચય

  • જન્મ -
    17મી સદી
  • અવસાન -
    17મી સદી

ઈસ્માઈલી નિઝારી પીર પરંપરાના સંત કવયિત્રી. તેમના જીવન વિશે બહુ ઓછી માહિતી મળે છે. નિઝારી પરંપરામાં એક મુખ્ય પ્રવર્તક પીર સદરુદ્દીન થઈ ગયા. તેમના કડીવાલ વંશજોમાં ગુલામ અલી કરીને બહુ પ્રભાવક ઉપદેશક થઈ ગયા. જે ગુલમાલી શાહ તરીકે પણ જાણીતા છે. અજાન બીબી તેમનાં પત્ની. તે પણ પતિને પગલે આધ્યાત્મિક જીવન જીવતાં અને સતઉપદેશ આપતાં. ગુલામ અલી શાહ ઈ. સ. 1751માં હયાત હોવાનું નોંધાયું છે. ઈ. સ. 1792માં તે ભુજ-કચ્છના કેરા ગામે સ્થાયી થયા હતા. અજાન બીબી પણ કડી (જિ. મહેસાણા) છોડીને કેરા આવીને રહ્યાં. ગુલામ અલી શાહનું અવસાન ઈ. સ. 1797માં થયું હતું. તેથી ઈ. સ. 1751થી ઈ. સ. 1797 દરમ્યાન અજાન બીબી હયાત હોવાનું નોંધી શકાય. તેમણે કેટલાંક ગીનાનની રચના કરી છે. જેમાં આધ્યાત્મિક ઉપદેશ નિરૂપણ પામ્યો છે.