સમય ઈ.સ. 1700ની આસપાસ. પરિયેજ(જિ. ભરૂચ)ના રહેવાસી. પીર કાયમુદ્દીન ચિશ્તીના શિષ્ય. એમણે ગુજરાતી, હિન્દી, ઉર્દૂમાં રચનાઓ આધ્યાત્મિક રચનાઓ આપી છે. જેમાં ભજનો, ગરબી તેમ જ સાખીઓનો સમાવેશ થાય છે. તેમની રચનાઓમાં સૂફીમાર્ગનું દર્શન ઉપરાંત સંત સાધનાનું દર્શન પ્રાપ્ત થાય છે. રચનાઓમાં આંતરિક સાધના, ગુરુમહિમા, નીતિ-ઉપદેશ લોકવાણીમાં સુંદર રીતે નિરૂપણ પામ્યાં છે.