તેમનો જન્મ ગુજરાતની ઉત્તર સરહદે આવેલા કોઈ નાના ગામડામાં ઈ. સ. 1878માં થયો હતો. મોટા થયે તેમણે કવરાડાના કબીર મંદિરના મહંત સંત નરસિંહદાસ પાસે સંત-સાધનાની દીક્ષા લીધી હતી અને આત્મદાસ નામ ધારણ કર્યું હતું. તેમણે કબીરદર્શનને વ્યક્ત કરતુ સાહિત્ય ‘આત્મવિલાસ’ નામના ગ્રંથમાં હિન્દીમાં લખ્યું છે. ઈ. સ. 1906માં તેમનું અવસાન થયું હતું.