Aatmaram Dodiya Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આત્મારામ ડોડિયા

જાણીતા દલિત કવિ

  • favroite
  • share

આત્મારામ ડોડિયાનો પરિચય

આત્મારામ કે. ડોડિયા ત્રણેક દાયકાથી દલિત સાહિત્યમાં સક્રિય છે. 1999માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'સૂર્યોન્મુખ' પ્રકાશિત થયો હતો. 2003માં 'મસીહા' અને 2004માં 'ઝંખનામાં સૂર્ય' કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. તેમને 2001માં ગુજરાત સાહિત્ય સંગમ દ્વારા મુક્તિબોધ ઍવૉર્ડ એનાયત થયો છે. આ ઉપરાંત દલિત સાહિત્ય અકાદમી 'મસીહા' કાવ્યસંગ્રહને શ્રી ચીમનભાઈ પટેલ ઍવૉર્ડ તથા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ 'મસીહા' કાવ્યસંગ્રહને શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ ઍવૉર્ડ એનાયત થયો છે. 'મસીહા' કાવ્યસંગ્રહમાં ડૉ. આંબેડકરને 'દલિત સાહિત્યના મસીહા' તરીકે રજૂ કરી તમામ રચનાઓ તેની આસપાસ રજૂ કરાઈ છે.