Aamba Chathha Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંબા છઠ્ઠા

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ.

  • favroite
  • share

આંબા છઠ્ઠાનો પરિચય

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ. છઠ્ઠાબાબા/ ષટપ્રજ્ઞદાસજીના નાના ભાઈ. ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજ અને રાણી ગંગાદેવીના પુત્ર. જન્મ ઈ.. 1616. નીલકંઠસ્વામીની પરંપરાના યાદવસ્વામી પાસે ઈ.. 1630માં તેના મોટાભાઈ સામંતસિંહજી / ષષ્ટમસ્વામી સાથે જ દીક્ષા લીધી. તેમનું બીજું એક નામ ભજનાનંદ હતું અને તેમણે મેસવાણ (જિ. જૂનાગઢ) ગામે સમાધિ લીધેલી. તેમણે ભજનોની રચના કરી છે. જે લોકની મૌખિક પરંપરાથી જળવાતી આવી છે.