yache shun chingari - Parody | RekhtaGujarati

યાચે શું ચિનગારી

yache shun chingari

નટવરલાલ પ્ર. બુચ નટવરલાલ પ્ર. બુચ
યાચે શું ચિનગારી
નટવરલાલ પ્ર. બુચ

[હરિહર ભટ્ટના ‘એક જ દે ચિનગારી'નું પ્રત્યુત્તર પ્રતિકાવ્ય]

(ભૈરવી)

યાચે શું ચિનગારી,

મહાનર, યાચે શું ચિનગારી?

ચકમક–લોઢું મૂક પડ્યું ને

બાકસ લે કર ધારી,

કેરાસીનમાં છાણું બોળી

ચેતવ સગડી તારી – મહાનરo

ના સળગ્યું એક સગડું તેમાં

આફત શી છે ભારી?

સ્ટવ, ચૂલો કે ખડ સળગાવી

લે ને, શીત નિવારી – મહાનરo

ઠંડીમાં જો થથરે કાયા

બંડી લે ઝટ ધારી,

બેત્રણ પ્યાલા ચા પી લે કે

ઝટ આવે હુશિયારી - મહાનરo

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી પ્રતિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : રતિલાલ બોરીસાગર
  • પ્રકાશક : પરિચય ટ્રસ્ટ
  • વર્ષ : 2003