laghaw kyanya nathi re kawanman - Parody | RekhtaGujarati

લાઘવ ક્યાંય નથી રે કવનમાં..

laghaw kyanya nathi re kawanman

નિર્મિશ ઠાકર નિર્મિશ ઠાકર
લાઘવ ક્યાંય નથી રે કવનમાં..
નિર્મિશ ઠાકર

ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:

લાઘવ ક્યાંય નથી રે કવનમાં!

કાલિન્દીનાં જલમાં ઝાંકી

પૂછે કદંબડાળી

યાદ તને બેસી અહીં કોણે

રચી શબ્દની જાળી?

લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:

લાઘવ ક્યાંય નથી રે કવનમાં!

કરો કવિને જાણ:

અરથની તાણ રહી છે વરતી!

સ્હેજ રાખી લજ્જા લખતાં,

રાવ હવે ક્યાં કરવી?

છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:

લાઘવ ક્યાંય નથી રે કવનમાં!

શિર પર ગોરસમટુકી(?)

ના છલકી કે નવ તૂટી,

કંકર અંદર-બાહર વાગ્યા

કશું નીકળ્યું ફૂટી!

નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી...તોલ બધુંય વજનમાં!

લાઘવ ક્યાંય નથી રે કવનમાં!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 293)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007