phletne trije malthi - Parody | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફ્લૅટને ત્રીજે માળથી...

phletne trije malthi

નિર્મિશ ઠાકર નિર્મિશ ઠાકર
ફ્લૅટને ત્રીજે માળથી...
નિર્મિશ ઠાકર

[કલાપીની રચના ‘તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’ નું પ્રતિકાવ્ય.]

તે પંથીની ઉપર કચરો ફેંકતાં ફેંકી દીધો,

નીચે આવ્યો તન ઉપર ને તૂર્ત ફેલાઈ જાતાં;

પેલો પંથી તરફડી રહ્યો શ્વાસ રૂંધાઈ જાતાં.

શું છે... શું છે? અચરજ થતાં ત્યાં વળ્યું એક ટોળું,

છાંટ્યું કોકે તરત જળ ને ઊઘડ્યો સ્હેજ ચ્હેરો.

(ગૅલેરીથી ઘટઘટ પીતો દશ્ય હું ભવ્યતાનું!)

ઊઠ્યો એ... હા... કડક હલકી ગાળ દેવા કરીને!

નાઠો હું તો ઘર મહીં, ડરી ઇચ્છતો ઊડવાને!

(નીચે પેલો કર ઘસી રહ્યો, ઇચ્છતો ઝૂડવાને!)

ના પાડી મેં પથ તરફ કૈ ફેંકવા શ્રીમતીને.

હેં પંથીડા, સુખથી ફરજો ફ્લૅટ પાસે ફરીથી!

રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળેય આવે?

આવે તોયે છતરી લઈને, બ્હાર કાઢે માથું,

કાઢે ક્યાંથી? સ્મરણ નડશે ક્રૂર હસ્તનું ત્યાં!

લાગ્યા ઘાને વીસરી શકવા કોઈ સામર્થ્ય ક્યાં છે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી પ્રતિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : રતિલાલ બોરીસાગર
  • પ્રકાશક : પરિચય ટ્રસ્ટ
  • વર્ષ : 2003