રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(સ્રગ્ધરા)
ધૂંવાંપૂવાં થતો એ ગુરુવર ગરજે, ઓરડો ગાજી ઊઠે,
કાચાપોચા કંઈના, ગરજન સુણતાં, નીવિના બંધ છૂટે;
ડોળા ફાડી, પછાડી પગ ધરણી પરે, ગાળનો ધોધ છોડી,
ઢીંકા—પાટુ–થપાટુ અડફટ ચડતા બાળને દેય ચોડી. ....૧
પંપાળે પીઠ કોઈ નિજ, ચમચમતી કોઈની હાથખાલ,
ખેંચાયા કાન કો’ના, અવર વળી ઘણાં બાલના ગાલ લાલ,
ભેં ભેં કોઈ બરાડે, રુદન થકી મચ્યો વર્ગમાં હાહાકાર,
રોતો ને આંખ લ્હોતે શિશુગણ સઘળો ખાઈ ને ખૂબ માર. ....ર
જાણે સાક્ષાત્ કૃતાન્તે યમસદન તજી વર્ગમાં વાસ કીધો!
જાણે કો’ ક્રૂર વાઘે ગભરુ અજ તણા વૃંદને ત્રાસ દીધો!
કો’ કો’ને સ્હાય થાયે? સહુ જ ભયભર્યાં ભૂલિયાં આત્મસૂધ,
ફેં ફાટી, ત્રાસ ફેલ્યો, સ્તબધ સહુ બન્યાં જોઈ સાહેબ ક્રુદ્ધ. ....૩
(sragdhara)
dhunwampuwan thato e guruwar garje, orDo gaji uthe,
kachapocha kanina, garjan suntan, niwina bandh chhute;
Dola phaDi, pachhaDi pag dharni pare, galno dhodh chhoDi,
Dhinka—patu–thapatu aDphat chaDta balne dey choDi 1
pampale peeth koi nij, chamachamti koini hathkhal,
khenchaya kan ko’na, awar wali ghanan balna gal lal,
bhen bhen koi baraDe, rudan thaki machyo wargman hahakar,
roto ne aankh lhote shishugan saghlo khai ne khoob mar ra
jane sakshat kritante yamasdan taji wargman was kidho!
jane ko’ kroor waghe gabharu aj tana wrindne tras didho!
ko’ ko’ne shay thaye? sahu ja bhaybharyan bhuliyan atmsudh,
phen phati, tras phelyo, stbadh sahu banyan joi saheb kruddh 3

સ્રોત
- પુસ્તક : કાગળનાં કેસૂડાં (પૃષ્ઠ ક્રમાંક 8)
- સર્જક : નટવરલાલ પ્ર. બુચ
- પ્રકાશક : જીવન નિર્માણ અકાદમી (ભુજ)
- વર્ષ : 1986