[અખાના છપ્પાની પ્રતિરચના]
એક જીવને આનંદ ભયો, ભણીગણીને ડૉકટર થયો!
પાંચ મહીં પુછાશે નામ, ખ્યાતિ વધશે ગામોગામ,
હરિ તે જીવનો તારણહાર, ડૉક્ટર દુ:ખનો મારણહાર.
તન સારું તો હરિને ભજાય, નમો નમો ડૉકટરને પાય,
સંસારે એ ગ્રહેવો સાર, ઢૂકે ન પીડા પાસ લગાર,
હરિથી ઝાઝો એ પૂજાય, દરદીને મન એ રઘુરાય.
રઘુરાજા થઈ ફૂલ્યો કરે, દુનિયામાં ના કોઈથી ડરે,
ઔષધ આપે થેલો ભરી, દરદી પર ઉપકાર જ કરી,
દરદ મરો કે દરદી મરો, ડૉક્ટરનું તરભાણું ભરો.
તરભાણું જો અરધું ભરાય, દર્દ બચારું જીવી જાય,
જીવે દર્દ ને દરદી મરે, ડૉક્ટરને ક્યાં ન્હાવું ખરે!
વૃક્ષ ઉપરથી પર્ણો ઢળે, વસંત આવ્યે નવલાં મળે.
વસંત દર્દોની લહેરાય, હરખ વૈદ્યનો ખિસ્સે માય!
‘મડદાં ચીર્યાં એ ભૂતકાળ', તબીબ વિચારે છે તત્કાળ:
‘પ્રગતિ સાચે તો જ ગણાય, જો જીવતાંને ચીરતો થાય.'
[akhana chhappani pratirachna]
ek jiwne anand bhayo, bhanignine Dauktar thayo!
panch mahin puchhashe nam, khyati wadhshe gamogam,
hari te jiwno taranhar, Dauktar duhakhno maranhar
tan sarun to harine bhajay, namo namo Daukatarne pay,
sansare e grhewo sar, Dhuke na piDa pas lagar,
harithi jhajho e pujay, dardine man e raghuray
raghuraja thai phulyo kare, duniyaman na koithi Dare,
aushadh aape thelo bhari, dardi par upkar ja kari,
darad maro ke dardi maro, Dauktaranun tarbhanun bharo
tarbhanun jo aradhun bharay, dard bacharun jiwi jay,
jiwe dard ne dardi mare, Dauktarne kyan nhawun khare!
wriksh uparthi parno Dhale, wasant aawye nawlan male
wasant dardoni laheray, harakh waidyno khisse may!
‘maDdan chiryan e bhutakal, tabib wichare chhe tatkalah
‘pragti sache to ja ganay, jo jiwtanne chirto thay

સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : રતિલાલ બોરીસાગર
- પ્રકાશક : પરિચય ટ્રસ્ટ
- વર્ષ : 2003