રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
સખી પ્રત્યે રાજુલ
sakhii pratye raajul
યશોવિજય
Yashovijay
વીનતડી કહ્યો રે મોરા કંતનઈં
સીખામણ મુજ પ્રભુ તુજનઈં, જીભ ભલામણ દંતનઈં. વી0
યૌવન વય યુવતી જે છોરી, ખાર દીધો તે ખંતનઈં;
ચૌદ જાણઈં તે ચ્યાર ન ભૂલઈં, શ્યૂં કહવું એ સંતનઈં. વી0
કર્મદોષ પરનઈં નવિ દીજઈં, સાધ્ય ન મંત–તંતનઈં;
મિલી અભેદ રાજુલ ઈમ કહતી, જશ પ્રભુ નેમિ–અરિહંતનઈં. વી0
(‘ગુર્જર સાહિત્યસંગ્રહ-1’માંથી)
સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 151)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998