રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઘડપણ કોણે રે મોકલ્યું?- જાણ્યું જોબન રહે સૌ કાળ. (ટેક)
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયા પરદેશ;
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ, ઘડ૦ ૧
નહોતું જોઈતું તે શીદ આવિયું રે? નહોતી જોઈ તારી વાટ;
ઘરમાંથી હળવા થયા રે, કહે : ખૂણે ઢાળો એની ખાટ. ઘડ૦ ર
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ;
રોજને રોજ જોઈએ રાબડી રે; એવી બળી રે ઘડપણની ટેવ! ઘડ૦ ૩
પ્રાતઃકાળે પ્રાણ માહરા રે અન્ન વિના અકળાય;
ઘરનાં કહે : મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય? ઘડ૦ ૪
દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ;
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ? ઘડ૦ પ
નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
બૈરાં-છોકરાં ફટ ફટ કરે રે, બાળક દે છે ગાળ. ઘડ૦ ૬
આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર;
પાંસળીએથી છોડી વાંસળી રે, લેઈ લીધી તેણી વાર. ઘડ૦ ૭
એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર;
ધરમનાં સત્ય વચન થકી રે મહેતો નરસૈં ઊતર્યો ભવપાર. ઘડ૦ ૮
ghaDpan kone re mokalyun? janyun joban rahe sau kal (tek)
umbra to Dungra thaya re, padar thaya pardesh;
goli to ganga thai re, ange ujla thaya chhe kesh, ghaD0 1
nahotun joitun te sheed awiyun re? nahoti joi tari wat;
gharmanthi halwa thaya re, kahe ha khune Dhalo eni khat ghaD0 ra
nanapne bhawe laDwa re, ghaDapne bhawe sew;
rojne roj joie rabDi re; ewi bali re ghaDapanni tew! ghaD0 3
pratkale pran mahara re ann wina aklay;
gharnan kahe ha marto nathi re, tane besi rahetan shun thay? ghaD0 4
dikra to jujwa thaya re, wahuaro de chhe gal;
dikrione jamai lai gaya re, hwe ghaDapanna sha haal? ghaD0 pa
naw naDio jujwi paDi re, aawi pahonchyo kal;
bairan chhokran phat phat kare re, balak de chhe gal ghaD0 6
awi wela antkalni re, dikra padharya dwar;
pansliyethi chhoDi wansli re, lei lidhi teni war ghaD0 7
ewun naphat chhe aa wriddhapanun re, muki do sau ahankar;
dharamnan satya wachan thaki re maheto narasain utaryo bhawpar ghaD0 8

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 107)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997