ek winanti - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક વિનંતી

ek winanti

દયારામ દયારામ
એક વિનંતી
દયારામ

મારે અંતસમય અલબેલા! મુજને મૂકશો મા!

મારા મદનમોહનજી! છેલા! અવસર ચૂકશો મા! મારે૦

હરિ! હું જેવોતેવો તમારો! મુજને મૂકશો મા!

શ્રીગુરુસોંપ્યો સંબંધ વિચારો, અવસર ચૂકશો મા! મારેo

મારા દોષકોશ સંભારી મુજને મૂકશો મા!

શરણાગતવત્સલ ગિરિધારી! અવસર ચૂકશો મા! મારેo

હરિ! મારે ધર્મ નથી કોઈ સાધન, મુજને મૂકશો મા!

નથી સત્સંગ, સ્મરણ, આરાધન, અવસર ચૂકશો મા! મારેo

શ્રીપતિ! સર્વાત્મા! સર્વોત્તમ, મુજને મૂકશો મા!

મારા પ્રાણજીવન! પુરુષોત્તમ! અવસર ચૂકશો મા! મારેo

સમર્થ કરુણાસિંધુ શ્રીજી! દયાને મૂકશો મા!

મારે ઓથ નથી કોઈ બીજી! અવસર ચૂકશો મા! મારેo

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010