chakar rakho, ji - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાકર રાખો, જી

chakar rakho, ji

મીરાંબાઈ મીરાંબાઈ
ચાકર રાખો, જી
મીરાંબાઈ

ચાકર રાખો, શ્યામ! મુને ચાકર રાખો જી.

શામળિયા ગિરધારી લાલ! ચાકર રાખો જી.

હજુરી ચાકર રહેશું જી, મોહન મોરલીવાળા!

ચાકરીમાં સમરણ માગું, દર્શન માગું ખરચી;

ભાવભક્ત ઝાઝેરી માગું, ચાર વારતા ચરચી. અમને.

જપ કરવાને બ્રાહ્મણ સરજ્યા, તપ કરવા સંન્યાસી;

ભજન કરવા સંત સરજ્યા, વૃંદાવનના વાસી. અમને.

ચાકર રહેશું, બાંગ લગાવશું, નિત નિત સેવા કરશું;

બાઈ મીરાંકે પ્રભુ ધિર નાગર, રાધેગોવિંદ ગાશું. અમને.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997