રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતારી મોરલીએ મન મોહ્યાં રે, ઘેલી થઈ, ગિરધરિયા રે! (ટેક)
દોણી વિના હું દોહવા બેઠી ને સાડી ભીંજી નવ જાણી રે !
વાછરડાંને વરાંસે બેઠાં મેં તો બાળક બાંધ્યાં તારી રે. તા૦ ૧
સાસુ કહેઃ વહુને વંતર વળગ્યું, અખેતરિયા ઉતરાવો રે;
દિયર કહે: ભાભીને બાંધો, એને સાટકડે સમજાવો રે. તા૦ ર
નણદી કહેઃ હું નિત્યનિત્ય દેખું, ‘કહાન કહાન’ મુખ બોલે રે;
પડોશણ કહેઃ એની પેર હું જાણું, મોરલીએ મન ડોલે રે, તા૦ ૩
તાવ્યાં ઘી સાકરમાં ભેળ્યાં, પ્રેમે ભેળ્યાં પાણી રે;
નાવલિયાને મેં નેતરે બાંધ્યો ઘરનો ધારણ જાણી રે. તા૦ ૪
ધન્ય રે વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય ગોરસ ને ગોપી રે;
ધન્ય નરસૈયા ! તારી વાંસલડીએ વૃંદાવન રહ્યાં ઓપી રે. તા૦ પ
tari morliye man mohyan re, gheli thai, giradhariya re! (tek)
doni wina hun dohwa bethi ne saDi bhinji naw jani re !
wachharDanne waranse bethan mein to balak bandhyan tari re ta0 1
sasu kahe wahune wantar walagyun, akhetariya utrawo re;
diyar kaheh bhabhine bandho, ene satakDe samjawo re ta0 ra
nandi kahe hun nitynitya dekhun, ‘kahan kahan’ mukh bole re;
paDoshan kahe eni per hun janun, morliye man Dole re, ta0 3
tawyan ghi sakarman bhelyan, preme bhelyan pani re;
nawaliyane mein netre bandhyo gharno dharan jani re ta0 4
dhanya re wrindawan, dhanya e lila, dhanya goras ne gopi re;
dhanya narasaiya ! tari wansalDiye wrindawan rahyan opi re ta0 pa

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 76)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997