akhanD warne wari - Pad | RekhtaGujarati

અખંડ વરને વરી

akhanD warne wari

મીરાંબાઈ મીરાંબાઈ
અખંડ વરને વરી
મીરાંબાઈ

અખંડ વરને વરી, સાહેલી! હું તો અખંડ વરને વરી.

ભવસાગરમાં મહાદુઃખ પામી, લખ ચોરાશી ફરી, સાહેલી૦

સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી, સાહેલી૦

કુટુંબ-સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી, સાહેલી૦

જનમ ધરીને સંતાપ વેઠ્યા, ઘરનો તે ધંધો કરી, સાહેલી૦

સંતસંગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી, સાહેલી૦

સદ્ગુરુજીની પૂર્ણ કૃપાથી, ભવસાગર હું તરી, સાહેલી૦

બાઈ મીરાં કહે પ્રભુગિરિધર નાગર, સંતોના ચરણે પડી, સાહેલી૦

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997