vaankaa re vaankaa shun re hiindo chho - Pad | RekhtaGujarati

વાંકા રે વાંકા શું રે હીંડો છો

vaankaa re vaankaa shun re hiindo chho

દયારામ દયારામ
વાંકા રે વાંકા શું રે હીંડો છો
દયારામ

‘વાંકા રે વાંકા શું રે હીંડો છો? આવડું શું રે ગુમાન જી?

પરનારીની સંગે રમતાં નથી વળી કાંઈ સાન, જોઈને ચાલોજી.’

‘તું તારા મનમાં વિમળ છે, હું છું નાનું બાળ જો,

કેમ કરી મુને મોટો જાણે? જૂઠાં શીદ ચડાવે આળ?’ જોઈને૦

‘નાના છો પણ ગુણ મોટાના, નારી વિના કોણ જાણે જી?

અંગોઅંગથી વિહ્વળ કીધાં, માર્યાં લોચનનાં બાણ.’ જોઈને૦

‘નારી તો પુરુષથી અળગી, અળગી વળગી ચાલે જી;

દયારામના પ્રીતમ હસીને બોલ્યા : ‘હવે મળીશું કાલે.’ જોઈને૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995