રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે? વૈષ્ણવo
હરિજનને જોઈ હૈડું ન હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં,
કામદામચટકી નથી છટકી, ક્રોધે લોચન રાતાં. વૈષ્ણવo
તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. વૈષ્ણવo
પરદુઃખ દેખી હૃદે ન દાઝે, પરનિંદા નથી ડરતો,
વ્હાલ નથી વિઠ્ઠલ શું સાચું, હઠે ન ‘હું, હું’ કરતો. વૈષ્ણવo
પરોપકારે પ્રીત ન તુજને સ્વારથ છૂટ્યો છે નહીં,
કહેણી તેવી રહેણી ન મળે, ‘ક્યહાં લખ્યું?’ એમ કહેની.વૈષ્ણવo
ભજનારૂઢ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,
જગત તણી આશા છે જ્યાં લગી જગતનો ગુરુ, તું દાસ.વૈષ્ણવo
મન તણો ગુરુ મન કરેશ તો સાચી વસ્તુ જડશે,
દયા! દુઃખ કે સુખ માન, પણ સાચું કહેવું પડશે. વૈષ્ણવo
waishnaw nathi thayo tun re, harijan nathi thayo tun re, sheed gumanman ghume? waishnawo
harijanne joi haiDun na harkhe, drwe na harigun gatan,
kamdamachatki nathi chhatki, krodhe lochan ratan waishnawo
tuj sange koi waishnaw thaye to tun waishnaw sacho,
tara sangno rang na lage tyan lagi tun kacho waishnawo
paradukha dekhi hride na dajhe, parninda nathi Darto,
whaal nathi withthal shun sachun, hathe na ‘hun, hun’ karto waishnawo
paropkare preet na tujne swarath chhutyo chhe nahin,
kaheni tewi raheni na male, ‘kyhan lakhyun?’ em kaheni waishnawo
bhajnaruDh nathi man nishche, nathi harino wishwas,
jagat tani aasha chhe jyan lagi jagatno guru, tun das waishnawo
man tano guru man karesh to sachi wastu jaDshe,
daya! dukha ke sukh man, pan sachun kahewun paDshe waishnawo

સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : ધીરુ પારેખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010