મલકીને જાગી હું તો ઝબકીને જાગી,
જોયા સોહાગી, હું તો ઝબકીને જાગી!
સૈયર શું કહું હું તો નાઠી જ આઘી;
મારે વિડારે મને, ભેથી હું ભાગી. જોયા સોહાગીo
આવ્યા બોલાવ્યા નહિ એવી અભાગી;
શીશ નમાવી મેં તો માફી જ માગી. જોયા સોહાગીo
સ્વપ્નાને સાચું કર્યું એવા વેરાગી;
સતગુરૂ સ્વામી મળ્યાં, ભ્રાંતિ જ ભાગી. જોયા સોહાગીo
ભીતર ભાલડી શબ્દની વાગી,
ઊંઘ ન આવે મન થઈ અનુરાગી. જોયા સોહાગીo
મીઠાઈ મેવા તજી રસ ખટ રાગી;
ગળપણ ભાળ્યું નહિ, તેથી તે ત્યાગી. જોયા સોહાગીo
નિરાંત થાય લ્હાય ઓલાય લાગી,
હવે ન જાઉં હું તો અરજુન આઘી. જોયા સોહાગીo
malkine jagi hun to jhabkine jagi,
joya sohagi, hun to jhabkine jagi!
saiyar shun kahun hun to nathi ja aghi;
mare wiDare mane, bhethi hun bhagi joya sohagio
awya bolawya nahi ewi abhagi;
sheesh namawi mein to maphi ja magi joya sohagio
swapnane sachun karyun ewa weragi;
sataguru swami malyan, bhranti ja bhagi joya sohagio
bhitar bhalDi shabdni wagi,
ungh na aawe man thai anuragi joya sohagio
mithai mewa taji ras khat ragi;
galpan bhalyun nahi, tethi te tyagi joya sohagio
nirant thay lhay olay lagi,
hwe na jaun hun to arjun aaghi joya sohagio

સ્રોત
- પુસ્તક : અરજુન વાણી (પૃષ્ઠ ક્રમાંક 9)
- સર્જક : અરજુન ભગત
- પ્રકાશક : મહાદેવ હરિભાઈ દેસાઈ
- વર્ષ : 1921