રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતું મારે ચાંદલિયે ચોટ્યો શા રે મહૂરતમાં, શામળિયા?
એક ઘડી અળગો નવ મેલું, પ્રાણના જીવન પાતળિયા! તું૦ ૧
ખડકીએ જોઉં ત્યારે અડકીને ઊભો, બારીએ જોઉં ત્યાં બેઠો રે;
શેરીએ જાતાં સામો રે મળે, અમૃત-પે અતિ મીઠો રે. તું૦ ર
જમવા બેસું ત્યાં જોડે દેખું, સૂતાં જોઉ સેજડીએ રે,
વૃંદાવનની વાટે જાઉં ત્યાં આવીને વળગે બેલડીએ રે. તું૦ 3
સાસુ-નણંદ કહે છે મુજનેઃ ‘તું નંદકુંવરને છે વહાલી રે;'
જમુના પાણી ભરવા જાતાં પાલવડો રહે છે ઝાલી રે. તું૦ ૪
પ્રીત કરે તેની પૂઠ ન મેલે, એવો એ વહાલો રસિયો રે;
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, રુદે-કમળમાં વસિયો રે. તું૦ પ
tun mare chandaliye chotyo sha re mahuratman, shamaliya?
ek ghaDi algo naw melun, pranna jiwan pataliya! tun0 1
khaDkiye joun tyare aDkine ubho, bariye joun tyan betho re;
sheriye jatan samo re male, amrit pe ati mitho re tun0 ra
jamwa besun tyan joDe dekhun, sutan jou sejDiye re,
wrindawanni wate jaun tyan awine walge belDiye re tun0 3
sasu nanand kahe chhe mujne ‘tun nandkunwarne chhe wahali re;
jamuna pani bharwa jatan palawDo rahe chhe jhali re tun0 4
preet kare teni pooth na mele, ewo e wahalo rasiyo re;
narsainyacho swami bhale maliyo, rude kamalman wasiyo re tun0 pa

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997