રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજીભલડી રે! તને હરિગુણ ગાતાં, આવડું આળસ ક્યાંથી રે?
લવરી કરતાં નવરી ન મળે, બોલી ઊઠે સૌમાંથી રે.
પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે;
ઝઘડો કરવા જાહેર ઝૂઝે, કાયર હરિગુણ ગાવા રે.
ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એથી ક્યાં ઓલવાશે રે?
ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે?
તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ લેવરાવો રે;
પરથમ તો મસ્તક નહિ નમતું, પછી નામ શું સંભળાવો રે?
રામનામનું દામ ન બેસે, કામ ખડે નહિ કરવું રે;
સહેજે પાર પંથનો આવે, ભજન થકી ભવ તરવું રે.
જેનું નામ જપે જોગેશ્વર, શંકર શેષ વિરંચિ રે;
કહે પ્રીતમ પ્રભુ-નામ વિસાર્યુ, તે પ્રાણી પરપંચી રે.
jibhalDi re! tane harigun gatan, awaDun aalas kyanthi re?
lawri kartan nawri na male, boli uthe saumanthi re
parninda karwane puri, shuri khatras khawa re;
jhaghDo karwa jaher jhujhe, kayar harigun gawa re
ghar lagya pachhi koop khodawe, aag ethi kyan olwashe re?
choro to dhan hari gaya, pachhi dipakthi shun thashe re?
tal mangawo ne tulsi mangawo, ramnam lewrawo re;
partham to mastak nahi namatun, pachhi nam shun sambhlawo re?
ramnamanun dam na bese, kaam khaDe nahi karawun re;
saheje par panthno aawe, bhajan thaki bhaw tarawun re
jenun nam jape jogeshwar, shankar shesh wiranchi re;
kahe pritam prabhu nam wisaryu, te prani parpanchi re

સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
- વર્ષ : 2004