shyamni shobha - Pad | RekhtaGujarati

શ્યામની શોભા

shyamni shobha

દયારામ દયારામ
શ્યામની શોભા
દયારામ

શોભા સલૂણા શ્યામની તું જોને સખી! શોભા સલૂણા શ્યામની.

કોટિ કંદર્પને લજાવે એનું મુખડું, ફિક્કી પડે છે કળા કામની. તું જોનેo

સદગુણસાગર નટવરનાગર! બલિહારી હું એના નામની! તું જોનેo

કોટિ આભૂષણનું રે ભૂષણ, સીમા તું છે અભિરામની. તું જોનેo

જે ઓળખે તેને તો છે સાર સર્વનો, બીજી વસ્તુ નથી કામની. તું જોનેo

અનુપમ અલબેલો રસિયો જીવનમૂડી દયારામની. તું જોનેo

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010