shyam rang - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શ્યામ રંગ

shyam rang

દયારામ દયારામ
શ્યામ રંગ
દયારામ

શ્યામ રંગ સમીપે જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું. મારે આજo

કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે આજo

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં લાવું. મારે આજo

નીલાંબર કાળી કંચુકી પહેરું, જમનાનાં નીરમાં ન્હાવું. મારે આજo

મરકતમણિને મેઘ દૃષ્ટે ના જોવા, જાંબુવંત્યાકના ખાવું. મારે આજo

દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક’ના નિભાવું! મારે આજo

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010