kshitiras tarushakhaye prsaryo - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો

kshitiras tarushakhaye prsaryo

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો
નરસિંહ મહેતા

ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વસિયો રે;

રુદેભાવ કુચમંડળ પૂર્યો, આવ્યો રતિપતિ રસિયો રે. ક્ષિ૦

અતલિબળ વનસ્પતિનાથે ઊલટપાલટ કીધું રે;

અખિલ બ્રહ્માંડનું અમૃત લેઈ જુવતીને વદને દીધું રે. ક્ષિ૦

અદ્દભુત બળ આપ્યું અબળાને, નર કાયર વર અંગે રે;

હસવું વનવેલીનું આપ્યું, કોકિલા-સ્વર મુખ-રંગે રે. ક્ષિ૦

યોગ-વિયોગ વિમુખને આપ્યો, ભોગ ભક્ત-ભગવાન રે;

તપ-તપસ્યા કર્મજડને આપ્યાં, નરસૈયાને ગુણગાન રે. ક્ષિ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997